કવિતા એટલે શું? ગાગર જેટલા શબ્દોમાં સાગર જેટલો ભાવ સમાવતું સાહિત્યસ્વરૂપ એ જ કવિતા. આપણી ભાષાના ઉત્તમ કવિઓએ આ વ્યાખ્યાને પોતાનાં કાવ્યોમાં સાર્થક કરી છે. કવિ શ્રી ઉમાશંકર જોશીથી લઈને આધુનિક ગુજરાતી કવિતાના દરેક પડાવના પ્રથમ હરોળના સર્જકોની ઉત્તમ
₹350.00
સંજય વૈદ્ય દ્વારા સંપાદિત કવિ શ્રી રમેશ પારેખનાં ચુનંદા સર્જનો અને તેમની સર્જનયાત્રાનો પરિચય કરાવતું પુસ્તક ‘ઇમોશન્સ’. સર્જકતાથી ફાટફાટ થતો કવિ કહો કે પછી કશુંક ભાળી ગયેલો કવિ, પોતાનાં અનન્ય કાવ્યસર્જનોથી આબાલવૃદ્ધ ગુજરાતી વાચકના હૃદયમાં સ્થાન
ગુજરાતી સાહિત્યમાં ભક્તિરસથી સભર કાવ્યોની પરંપરા આદિકાળથી ચાલતી આવી છે. ભરતભાઈ આ પરંપરામાં પોતાનો આગવો સૂર ઉમેરે છે. ગોંડલ સ્થિત પૂજ્ય નાથાભાઈ અને રમાબેનના સાનિધ્યમાં આવતા ભરતભાઈને ઈશ્વર અને પરમતત્વ સાથે તાદાત્મ્ય કેળવાતું જાય છે. પોતાની આ
₹250.00
ભારતની ગ્રામીણ અને આદિવાસી સંસ્કૃતિના કવિ અને સર્જક કાનજીભાઈનું સાહિત્ય હિન્દી, મરાઠી, કન્નડ અને અંગ્રેજી જેવી ભાષાઓમાં અનૂદિત થયું છે. ભારતીય આદિવાસી ભાષાઓની સમકાલીન કવિતાઓના સંચયમાં તેમનું મહત્ત્વનું યોગદાન છે. બચપણમાં વડવાઓ પાસેથી સાંભળેલી
₹275.00
જેમ શીર્ષક સૂચવે છે તેમ, આ સંગ્રહનાં કાવ્યોમાં કવયિત્રી અનેક વિષમ પરિસ્થિતિઓ અને યુદ્ધની વિભીષિકાઓ વચ્ચે પ્રેમ અને માણસાઈ જેવાં સંવેદનોને શોધવાનો પ્રયત્ન કરે છે. પછી એ મહાભારત હોય કે કલિંગનું યુદ્ધ હોય, બીજું વિશ્વયુદ્ધ હોય કે ગાઝા પર થયેલાં
₹300.00
વાર્તા, નવલકથા, ગઝલ જેવા વિવિધ સાહિત્યપ્રકારોમાં ખેડાણ કરનાર રાધિકા પટેલને તેમનો સ્વરબદ્ધ ગેય ગીતો પ્રત્યેનો લગાવ ગીતો લખવા પ્રેરે છે અને આપણને મળે છે તેમનો નવો ગીતસંગ્રહ ‘રંજાડી ઘોડા’. વિષયવૈવિધ્ય અને ભાવવૈવિધ્ય ધરાવતાં રાધિકા પટેલનાં ગીતોમાં
₹225.00
ક્યારેક જાત સાથે, ક્યારેક ઈશ્વર સાથે અને ક્યારેક પ્રકૃતિ સાથે સધાયેલા સંવાદોની ફળશ્રુતિ એટલે આ સંવેદનાનો વેદ. પોતાની આસપાસ આકાર લેતી વેદનાને પોતાની ગણી તેને સંવેદનાનું રૂપ આપવા વિકી ત્રિવેદીએ લીધો છે શબ્દોનો સહારો. આંસુ વહેવાની ઘટનાને કાવ્યાત્મક
₹200.00
બંગાળમાં બનતી એક સ્વાદિષ્ટ અને પ્રચલિત વાનગી એટલે પાંચ મેશાલી, જેના પરથી પરથી પ્રીતિ શાહ-સેનગુપ્તાએ પોતાના નવા પુસ્તકને શીર્ષક આપ્યું, જેમાં સામેલ છે જુદા-જુદા લેખનપ્રકારો, જેમ કે લલિત નિબંધો, પ્રવાસ નિબંધો, વાર્તાઓ, મૌલિક કાવ્યો અને અનૂદિત
₹475.00
કવિ ચંદ્રકાન્ત ટોપીવાલા જીવનની દરેક ક્ષણ અને દરેક અનુભૂતિને કાવ્યમાં રૂપાંતરિત કરવા હંમેશાં સજાગ હોય છે. આવું તમે પણ માનશો જ્યારે એમના તરોતાજા કાવ્યસંગ્રહ ‘કાલવેગ’માંથી પસાર થશો. પોતાની દીર્ઘકાલીન સર્જનયાત્રાના પરિપક્વ પડાવ ઉપર આવી કવિ ‘વૃદ્ધસંહિતા’
₹150.00
गोस्वामी तुलसीदासजी
श्री तुलसीदासजी कृत महान ग्रंथ रामचरितमानस के यह संस्करण में आप बारह विश्राम में बालकाँड तक की चोपाईयाँ पढ़ पाएँगे। साथ ही हर एक विश्राम के साथ जूड़े हुए QR Code को स्कॅन करने से आप उस विश्राम की चोपाईयाँ सुन भी सकेंगे। प्रभु रामकी बाल्यावस्था के
કવિશ્રી પ્રદીપ ખાંડવાળા દ્વારા પ્રથમ અંગ્રેજીમાં રચાયેલાં અને પોતે જ કરેલા ગુજરાતીમાં અનુદિત 300થી વધુ કાવ્યોનો સંગ્રહ છે. પંદર પ્રકરણોમાં વહેંચાયેલો આ કાવ્યસંગ્રહ- ભૂતકાળ અને ભવિષ્યકાળનાં અસ્તિત્વો, સત્યના સત્ય, ઝાંખીઓ, સંબંધો, આપખુદી અને અનુકંપા,
₹525.00
ચિત્રા દેસાઈ માટે કાવ્યલેખન પ્રક્રિયા કેવી છે? તે માટે તેઓ એક અત્યંત સુંદર કલ્પન આપે છે તે છે બાજ પક્ષીનું. આ પક્ષી જે રીતે પોતાના આયુષ્યના ચાલીસ વર્ષ પછી તેની ચાંચ ઘસી-ઘસીને કાયાકલ્પ માટે અણીદાર કરે છે અને નવું આકાશ શોધે છે એમ આ કવયિત્રીએ જીવનના એક