logo

નાભિવલ્લી (Sonnet)

નાભિવલ્લી

સાંપ્રત ગુજરાતી કવિતાને ગઝલોએ આકર્ષી છે. પરંતુ આધુનિક યુગની શરૂઆતમાં 14 પંક્તિવાળા સૉનેટ ખૂબ પ્રચલિત હતા. પોતાના અભ્યાસકાળ દરમિયાન જ કવિતામાં રુચિ ધરાવનાર રામચન્દ્રને ઉમાશંકર જોશી, સુંદરમ્, રાવજી પટેલ, સ્નેહરશ્મિ જેવા કવિઓના સૉનેટો આકર્ષે છે અને તેમની કલમ પણ સૉનેટ લખવા પ્રેરાય છે. ઉત્તર ગુજરાતની રૂપેણ નદીના કાંઠે વીતેલું બાળપણ અને અમદાવાદ જેવા નગરમાં પોતાના વસવાટ દરમિયાન અહીંની આબોહવા અને પરિદૃશ્યો તેમનાં સૉનેટનું અંગ બને છે. તો વળી જૈન દેરાસરોમાં થતી આંગી જેવા પ્રસંગો અને ગુજરાત વિદ્યાપીઠમાં ગાંધીજી દ્વારા રોપાયેલ વૃક્ષ પણ તેમના સૉનેટનો વિષય બને છે. માનવીએ ચંદ્ર પર પગ મૂક્યો અને કવિ રામચન્દ્રની કલમ પર સૉનેટે ટકોરા દીધાં. તો વળી વતન છોડી અજાણ્યા પ્રદેશમાં વિતાવેલી રાતો અને માણેલી સવારોને પણ સૉનેટમાં અભિવ્યક્ત કરી. આમ પ્રકૃતિ અને આધુનિકતા, પરિણય અને વિરહ, એમ વિવિધ ભાવોને પોતાના ભાષાવૈભવથી શણગારી વિવિધ છંદોમાં સૉનેટ રચતા આ કવિની સૉનેટમાળા ગુજરાતી પદ્યમાં એક આગવો સૂર પૂરે છે.

₹225.00

  • Pages: 136 pages
  • Language: Gujarati
  • Binding: Paperback
  • Type: Sonnet
  • Dimensions: N/A
  • Weight: N/A
scroll-top